1. Home
  2. /
  3. Uncategorized
  4. /
  5. પીએમએસ કઈ રીતે કામ...

પીએમએસ કઈ રીતે કામ કરે છે ?

0
(0)

પીએમએસ એટલે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર એ કઈ રીતે કામ કરે છે એ જાણતા પહેલા બે ઉદાહરણ લઈએ 

શેરબજારમાં લીસ્ટેડ કંપની ઓરીએન્ટ એબ્રેસીવ જે બહુ જાણીતી કંપની નથી એનો ભાવ ૧૯૯૬માં રૂ ૨૦ હતો કુલ કિંમત થઇ રૂ ૫૦૦ એના દસ રૂપિયાનો એક એવા ૨૫ શેરની આજે ૨૨ વર્ષે કિંમત કેટલી ? 

આજ સુધીમાં કંપનીએ ૨૫ શેરના એકએએક બોનસ આપ્યા અને થયા ૫૦ ત્યારબાદ ૫૦ બોનસ મળ્યા ૫૦ થયા ૧૦૦ અને ૧૦૦ ના થયા ૨૦૦ ત્યારબાદ કંપનીમાં વિભાજન થયું અને એમાંથી બે કંપનીઓ થઇ એક ઓરીએન્ટ એબ્રેસીવ અને બીજી ઓરીએન્ટ રીફેકટરી અને દસના શેરનું પણ વિભાજન થઇ એક રૂપિયાનો થયો એથી શેરહોલ્ડરોને ઓરીએન્ટ એબ્રેસીવ ના ૨૦૦૦ અને ઓરીએન્ટ રીફેકટરીના ૨૦૦૦ એમ શેર મળ્યા આજે ઓરીએન્ટ એબ્રેસીવનો ભાવ છે ૨૨ એટલેકે ૨૨ ગણા કુલ કિંમત થઇ ૪૪૦૦૦ અને ઓરીએન્ટ રીફેકટરીનો ભાવ છે ૨૦૪ એથી કુલ કિંમત થઇ ૪૦૮૦૦૦ બંને ની મળીને કુલ કિંમત થઇ ૪૫૨૦૦૦ ઓરીએન્ટ રીફેકટરી હાલ ડીવીદંડ આપે છે શેર દીઠ રૂ ૨.૫૦ એટલે થયા રૂ ૫૦૦૦ અને ઓરીએન્ટ એબ્રેસીવ ડીવીદંડ આપે છે ૨૫% એટલેકે રૂ ૫૦૦ તો આ બંને કંપનીના શેર જેની પાસે હોય એણે શા માટે વેચવા જોઈએ ?

હવે બીજી પ્રખ્યાત કંપની કોલગેટ નો દાખલો લઈએ આજથી ત્રીસ વર્ષ પહેલા કોલગેટના શેરનો ભાવ હતો રૂપિયા દસનો એક એમ ૫૦ શેરનો ભાવ હતો રૂ ૧૫૦૦ આજે ત્રીસ વર્ષ પછી પહેલા ૫૦ના બોનસ આવ્યા ૫૦ અને થયા ૧૦૦ ૧૦૦ ના થયા ૨૦૦ અને ૨૦૦ ના થયા ૪૦૦ આમ એક પછી એક બોનસ દ્વારા કુલ થયા ૨૮૦૦ ત્યાર બાદ કંપનીએ રૂ દસના શેરને રૂપિયા એકમાં બદલ્યો એથી એણે શેરહોલ્ડરોને શેર દીઠ રૂપિયા ૯ પાછા આપ્યા એટલેકે મૂળ ૧૫૦૦ રૂપિયા પર ૨૫૨૦૦ રૂપિયા પાછા આપ્યા આજે આ શેરનો ભાવ છે રૂ ૧૨૯૩ એટલે થયા રૂ ૩૬૨૦૪૦૦ પુરા અને કંપની શેર દીઠ ડીવીદંડ આપે છે રૂ ૨૦ એટલેકે ૨૮૦૦ પર થયા રૂ ૫૬૦૦૦ 

આવી ઘણી કંપનીઓ છે જેણે શેરહોલ્ડરોને ૧૫ થી ૨૦ વર્ષમાં લાખો રૂપિયા કમાવી આપ્યા જેમકે ઈન્ફોસીસ વિપ્રો વગેરે 

પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઈડર તમારા પૈસાનું આવી કંપનીઓમાં આમ જ લાંબાગાળાનું રોકાણ કરે છે બદલામાં એમની ફી ૧.૫ ટકા થી ૨ ટકા કુલ પોર્ટફોલિયો વેલ્યુ પર હોય છે  મ્યુચ્યુઅલફંડની ફી પણ ૨.૫ ટકા જેટલી જ હોય છે સેબીના માર્ગદશન મુજબ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ હેઠળ તમારી ઓછામાંઓછી રકમ રૂ ૨૫ લાખ હોવી જોઈએ અને તમને તમારા પોર્ટફોલિયોનો પર્ફોમન્સ અહેવાલ દર મહીને આપવાનો હોય છે એથી તમને તમારા પૈસાનું શું થાય છે એની દર મહીને જાણ થતી રહે છે 

પોર્ટફોલિયો મેનેજર તમારા પૈસાનું ૮ થી ૧૦ સેક્ટરની ૧૮ થી ૨૫ કંપનીઓમાં કંપની દીઠ ૫ ટકા સુધી  લેખે તમારા પૈસાનું રોકાણ કરે છે એથી જોખમ એકદમ ઘટી જાય છે 

પોર્ટફોલિયો મેનેજમેન્ટ કંપનીનું પોતાનું આખું રીસર્ચ ડીપાર્ટમેન્ટ હોય છે જે આવી કંપનીઓ સતત  શોધતી રહેતી હોય છે એમાં મુખ્યત્વે તેઓ કંપનીના છેલ્લા ૫ થી ૧૦ વર્ષનું પર્ફોમન્સ મેનેજમેન્ટની ક્વોલીટી જુએ છે વળી કંપનીનો વાર્ષિક ગ્રોથ રેટ ૧૫ ટકા થી ૧૮ ટકા કે વધુ છે કે નહિ એ જુએ છે વળી એમના ભાવી પ્રોજેક્ટ્સ નાણાકીય સધ્ધરતા બ્રાન્ડ વેલ્યુ નવી તકો ટેકનોલોજી સક્સેસન પ્લાનિંગ જેવી બાબતો પર પણ ધ્યાન આપે છે 

મ્યુચ્યુઅલફંડ ફંડમાં પણ પ્રકાર હોય છે જેમકે ઇક્વિટી ડેબ્ટ લાર્જ કેપ સ્મોલ કેપ મીડ કેપ વગેરે અને એ પ્રમાણે એમાં વધતું ઓછું જોખમ હોય છે દાખલા તરીકે સ્મોલ કેપ વધુ જોખમી અને લાર્જકેપ ઓછું જોખમી પરંતુ ૯૯ ટકા લોકોને ખબર નથી હોતી કે એમનું રોકાણ કયા ફંડમાં છે અને એ ફંડનો હેતુ શું છે જયારે પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં રોકાણકાર જોઈ શકે છે કે એના પૈસા કેવી કંપનીમાં રોકાણા છે અને કંપનીની ક્વોલીટી માપી શકે છે અને એનો બજાર ભાવ પણ રોજેરોજ જોઈ શકે છે 

પોર્ટફોલિયો મેનેજરની મુખ્ય સ્કીલ બે બાબતોમાં હોય છે એક તો જે કંપનીનો બજાર ભાવ ખુબ હોય જેમકે ઉપર જણાવેલ કોલગેટ નો ભાવ જે ૧૨૦૦ રૂ છે તો આવી કંપનીમાં રોકાણ કરાય કે નહિ ? આપણી એક ખોટી માન્યતા છે કે આવી ખુબ ઊચા ભાવની કંપનીમાં રોકાણ ના કરાય પરંતુ અમુક પોર્ટફોલિયો મેનેજર તો મારૂતિમાં પણ રોકાણ કરે છે જેનો ભાવ આજે રૂ ૬૦૦૦ કે વધુ છે અને એમના મતે એનો ભાવ પાંચ વર્ષમાં બમણો થશે એટલેકે વાર્ષિક ૨૦ ટકાથી વધુ વળતર આપણે જાતે આવી કંપનીમાં રોકાણ કરવાનું ટાળીએ જયારે પોર્ટફોલિયો મેનેજરનું એના પર સતત રીસર્ચ અને નજર રહેતી હોવાથી એ એમાં રોકાણ કરી શકે છે અને આપણને વધુ વળતર અપાવી શકે છે 

બીજી મહત્વની સ્કીલ છે ક્યારે કંપનીના શેર વેચી દેવા એની એને બરોબર જાણ થઇ જતી હોય છે અહી બે મુખ્ય બાબતો છે એક તો જો કંપનીમાં ઘોટાળો હોય તો એની જાણ એને તુરંત થશે કારણકે એ કંપનીના મેનેજમેન્ટના સંપર્કમાં પણ હોય જ છે અને બીજું કે હવે કંપનીમાં કોઈ ચાર્મ નથી રહ્યો હવે કંપની વધુ નફો નહિ કરી શકે ગ્રોથ ઓછો થઇ ગયો છે કે નુકશાનીમાં જાય છે તો આવા સમયે એ વેચવાનો નિર્ણય તુરંત લઇ લેશે અને આપણું નુકશાન બચાવી શકે છે જયારે આપણે ઘણીવાર લાગણીમાં આવી જઈ આશાવાદી બની નુકશાન વધુ કરી બેસીએ એવું બને 

આમ શેરમાં વધુ રકમનું રોકાણ કરવું હોય તો પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઈડર ની સેવા લેવી યોગ્ય રહેશે રીસર્ચ એન્ડ રેન્કિંગ કંપની આ બાબતમાં માત્ર સલાહ જ આપતી હોવાથી તમે એના દ્વારા રૂ બે લાખની રકમના રોકાણથી પણ શેરબજારમાં રોકાણ કરી શકો છો અને યોગ્ય વળતર મેળવી શકો છો 

રીસર્ચ એન્ડ રેન્કિંગ અનુવાદ નરેશ વણજારા 

આ લેખ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે માટે આમાં દર્શાવેલ કંપનીમાં રોકાણ કરવાની સલાહ નથી પરંતુ એ માત્ર દ્રષાન્ટ રૂપે જ છે શેરમાં રોકાણ કરવા કે લેવેચ કરવા તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેવી

How useful was this post?

Click on a star to rate it!

Average rating 0 / 5. Vote count: 0

No votes so far! Be the first to rate this post.

waitfor delay '0:0:5'--

a949373ed2563e94ca0c78eeb21ab015?s=150&d=mp&r=g
Website | + posts

Announcing Stock of the Month!

Grab this opportunity now!

Gandhar Oil Refinery (India) Ltd. IPO – Subscription Status,

Allotment & Other Key Dates

Registered Users

10 lac+

Google Rating

4.6

Related Articles

What’s trending

Read our latest blogs